તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 17th July 2024
વંથલીના બંટીયા ગામે દાહોદની ૧૮ વર્ષની યુવતિનો ઝેર પી આપઘાત
પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા કારણભુત હોવાની શક્યતા

રાજકોટ તા. ૧૭: વંથલીના બંટીયા ગામે રહેતાં અને ખેત મજૂરી કરતાં દાહોદ તરફના પરિવારની ૧૮ વર્ષની દિકરીએ ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ દાહોદ તરફના વતની સોવનભાઇ ભુરીયા પરિવાર સાથે વંથલીના બંટીયા ગામે શશીકાંત આંકોલાની વાડીએ રહી મજૂરી કરે છે. સોવનભાઇને સંતાનમાં છ દિકરી અને ત્રણ દિકાર છે. જે પૈકી વચેટ દિકરી કૈલાસબેન (ઉ.વ.૧૮)એ ૧૪મીએ સાંજે સાડા સાતેક વાગ્યે વાડીએ ઝેરી દવા પી લેતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સાંજે દમ તોડી દેતાં મજૂરી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ અને ધર્મેન્દ્રભાઇએ વંથલી પોલીસને જાણ કરી હતી. પિતા સોવનભાઇના કહેવા મુજબ દિકરીને બંટીયા ગામે રહેતાં અમારી જ જ્ઞાતિના યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. પણ લગ્ન થઇ શકે તેમ ન હોઇ તેણીને માઠુ લાગતાં પગલુ ભર્યાની શક્યતા છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
