News of Wednesday, 17th July 2024
કચ્છમાં સતત બીજા દિ' મેઘો વરસ્યો : લખપતમાં મીની વાવાઝોડું, ભુજમાં સબ સ્ટેશન ઉપર વીજળી પડી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૭: રાજ્યમાં ત્રણ ત્રણ સિસ્ટમ કાર્યરત થતાં જ વાતાવરણમાં પલટો આવ્યો છે. સતત ઉકળાટ અને ગરમી વચ્ચે કચ્છમાં બીજે દિવસે પણ મેઘો વરસતા મેઘ મહેરથી કે લોકોમાં આનંદ છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છ માં કાંઠાળ પટ્ટીમાં મેઘરાજા વરસ્યા હતા. મુન્દ્રામાં અઢી ઈંચ, માંડવી બે ઈંચ, અબડાસા, લખપત, નખત્રાણામાં છુટો છવાયો અડધા થી દોઢ ઇંચ તેમ જ ભુજ અંજારમાં ઝાપટાં સાથે અડધા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે ભુજમાં ૬૬ કેવી વીજ સબ સ્ટેશન ઉપર વીજળી પડતાં લાઈટ ગુલ થઈ હતી અને અડધા શહેરમાં અંધાર પટ છવાયો હતો. જ્યારે લખપત તા.ના માતાના મઢ તેમ જ આસપાસના પંથકમાં મીની વાવાઝોડું સાથે વરસાદ પડ્યો હતો. ધૂળની આંધી સાથે ફૂંકાયેલા પવને લોકોને ડરાવી મૂકયા હતા. આજે ત્રીજે દિવસે પણ સવારથી જ વરસાદી માહોલ છે. આ વરસે ચોમાસાના આરંભ થી જ મેઘરાજાની કળપાથી લોકો આનંદમાં છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
