<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

ધ્રાંગધ્રામાં નવયુગ રોડ પાસેથી આધેડ મજુરની લાશ મળી

વઢવાણ તા.૧૭: ધ્રાંગધ્રા શહેરના નવયુગ રોડ નજીકથી જિન પાસે એક અજાણ્‍યા પુરૂષની લાશ મળી આવી હતી રાહદારીઓને લાશ નજરે પડતાં પ્રથમ કોઈ નશાની હાલતમાં સુતું હોવાનું માલુમ પડયું હતું પરંતુ કલાકો બાદમાં જ્‍યારે આ અજાણ્‍યા ઈશમના શરીરની ગતીવિધી નહિ થતાં નજીક જઈને તપાસ કરતા લોહી લુહાણ હાલતમાં  નજરે પડતાં અંતે પોલીસને જાણ કરી હતી આ તરફ સ્‍થાનિક સિટી પોલીસ પણ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો મેળવ્‍યો હતો અને મળતક આધેડના પરિવાર અંગે તપાસ  કરાતા આધેડ ઝાલા રોડ નજીક કબીર શેરી પાસે વિસ્‍તારમાં રહેતા હોય જેમનું નામ મયુરભાઈ પ્રભુભાઈ ધામેચા રહે ધ્રાંગધ્રા અને મજૂરી કામ કરતા હોવાની પ્રાથમિક વિગત મળી હતી જે બાદ પરિવારજનોને જાણ કરી લાશને પીએમ અર્થે સરકારી હોસ્‍પીટલ ખાતે ખસેડી હતી જેમાં વધુ તપાસ ધાંગધ્રા સીટી પોલીસ ચલાવી રહી છે.

(11:40 AM IST)