News of Wednesday, 17th July 2024
કચ્છમાંથી વધુ ૧૦ પેકેટ ડ્રગ્સ ઝડપાયુ
બીએસએફની ટીમે અત્યાર સુધીમાં ૧૯૨ પેકેટ બિનવારસી હાલતમાં ઝડપી લીધા

ભુજ તા. ૧૭ : જખૌના દરિયાકાંઠે અવાવરૂ ટાપુ પરથી બીએસએફને શંકાસ્પદ ડ્રગના ૧૦ પેકેટ મળ્યા છે જેનું વજન લગભગ ૧૦ કિલો જેટલું થાય છે.
જૂન ૨૦૨૪થી અત્યાર સુધીમાં ૧૯૨ પેકેટો બીએસએફ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જખૌ દરિયા કિનારાના અવાવરૂ ટાપુઓ અને ખાડીઓમાં બીએસએફ દ્વારા સઘન તપાસ ચાલુ કરવામાં આવી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
