News of Wednesday, 17th July 2024
અનંત અને રાધિકા અંબાણીનું જામનગરમાં વરસતા વરસાદમાં અદકેરૂ સ્વાગતઃ રિલાયન્સ ટાઉનશીપમાં સોળે કળાએ શણગાર

જામનગરઃ જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી ભવ્ય લગ્ન સમારોહમાં લગ્નગ્રંથિથી જોડાયા બાદ સોૈપ્રથમ મંગળવારે રાત્રે વરસાદી વાતાવરણ વચ્ચે આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં નવદંપતિઓને આવકારવા સત્કારવા જામનગરીઓ જોવા મળ્યા હતા. બેન્ડવાજા સાથે વાંજતે ગાજતે અનંત અને રાધિકા ખાસ કારમાં સવાર થઇ રિલાયન્સ ટાઉનશીપ પહોંચ્યા હતા. જામનગર પહોંચેલા અનંત અને રાધિકાના આગમન થતાં જ એરપોર્ટ પર શાષાોકત વિધી સાથે બ્રાહ્મણોએ સામૈયા પણ કરાવ્યા હતા. નવ જેટલી કુવારીકાઓ અને મહિલાઓ દ્વારા અનંત અને રાધિકાના સામૈયા પણ કરવામાં આવ્યા હતા. અને ખુબ જ ટ્રેડિશનલ પરંપરા પણ અહીં જોવા મળી હતી. જામનગર થી રિલાયન્સ તરફના રસ્તા પર અંબાણી નવદંપતિને આવકારતા પોસ્ટર પણ લાગ્યા હતા અને ઠેર ઠેર આતશબાજી જોવા મળી હતી. રિલાયન્સ ટાઉનશીપમાં પહોંચેલા અનંત અંબાણી અને રાધિકાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પુષ્પવૃષ્ટિ સાથે આવકારવામાં આવ્યા હતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા- જામનગર)
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
