<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

પોરબંદરમાં અઢી તથા રાણાવાવ-કુતિયાણામાં ૨-૨ ઇંચ ફોદારામાં ૨.૩ ફુટ તથા ખંભાળામાં અર્ધો ફુટ નવુ પાણી

ગઇકાલે બપોર બાદ શરૂ થયેલો વરસાદ મોડી રાત્રી સુધી ચાલુ રહયોઃ આજે સવારથી ધુપછાંવ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭: ગઇકાલે બપોરબાદ શરૂ થયેલ વરસાદ મોડી રાત્રી સુધી ચાલુ રહયો હતો. ૨૪ કલાકમાં પોરબંદરમાં અઢી ઇંચ, રાણાવાવ અને કુતિયાણામાં ૨-૨ ઇંચ વરસાદ નોંધાયો છે.

જળાશય વિસ્‍તારોમાં ફોદારા જળાશય વરસાદ ૨૦ મીમી (૩૭૦ મીમી) નવા પાણીની આવક ૨.૩ ફુટ થતાં હાલની સપાટી ૨૪.૬ ફુટ તેમજ ખંભાળા જળાશય ૨૫ મીમી (૨૫૪ મીમી) નવા પાણીની આવક અર્ધો ફુટ હાલ સપાટી ૨૩.૯ ફુટ પહોંચી છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૬૯ મીમી(૩૦૭ મીમી), રાણાવાવ ૪૮ મીમી (૩૮૮મીમી), કુતિયાણા ૪૨ મીમી (૪૨૪મીમી), એરપોર્ટ હવામાન કચેરી મુજબ ૬૪.૮મીમી (૩૧૧.૪મીમી) નોંધાયો છે.

ગઇકાલે બપોરબાદ મેઘરાજા વરસી પડતા રાણીબાગ મેળા ગ્રાઉન્‍ડ કોર્ટ પાછળ સત્‍યનારાયણ મંદિર રોડ વિસ્‍તારોમાં પાણી ભરાય ગયાં હતાં. જેના કારણે વાહનોને ચલાવવા મુશ્‍કેલ બન્‍યા હતાં. છાંયા રોડ ઉપર આજે સવાર સુધી પાણી ભરાયેલા છે. ખીજડી પ્‍લોટમાં બગીચો બની જતાં વરસાદના પાણીનો નિકાલ અટકી ગયો છે. આ સ્‍થળે વરસાદના પાણી નિકાલ નહીં થતો હોવાનો કાયમી પ્રશ્‍ન છે

(1:23 PM IST)