<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

વેરાવળમાં ૪ ઇંચ વરસાદમાં દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓ હેરાન

ધંધા - રોજગાર ઉપર અસર થઇ : વેપારીઓને વહેલુ ઘરે જવુ પડયુ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૭:  વિસ્‍તારમાં બપોરે ૨ વાગ્‍યે વિજળી જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડેલ હતો તોફાની વરસાદ થી આખા વિસ્‍તારમાં કરફયુ છવાય ગયેલ હતો શહેર પાણી પાણી થઈ ગયેલ હતું મુખ્‍ય બજારોમાં ઓટલા સુધી પાણી ઘુસી ગયેલ હતા લાખો રૂપીયાની વરસાદની કામગીરી કયાં ગઈ તેવી લોકોમાં ચર્ચા થઈ રહેલ છે.

વેરાવળ વિસ્‍તારમાં બપોરે ૨ વાગ્‍યે વાતાવરણ માં પલ્‍ટો આવેલ હતો જારદાર વિજળી કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ તુટી પડલ હતો જેથી આખા વિસ્‍તારમાં કરફયુ જેવું વાતાવરણ છવાયેલ હતું ફકત એક કલાક માં ૯૫ મીમી (૪ ઈંચ) વરસાદ પડતા શહેરની મુખ્‍ય બજારો સુભાષ રોડ, સટાબજાર,એમ.જીરોડ, તપેશ્વર મંદિર રોડ, રાજેન્‍દ્ર ભુવન રોડજન સમાજ સેવા સંઘ સહીતના વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયેલ હતા જ દુકાનો ઓટલા સુધી ઘુસી ગયેલ હોય ફકત ચાર ઈચ વરસાદ પડતા દુકાનો સુધી પાણી ઘુસી જતા વેપારીઓએ ભારે રોષ સાથે જણાવેલ હતું કે વર્ષોથી સમસ્‍યા છે નગરપાલિકા દર વર્ષે કરોડો રૂપીયા કાગળ ઉપર બતાવે છે વરસાદ પહેલાની કોઈ કામગીરી થતી નથી પાણી ભરાઈ જવાથી વેપારીઓએ વ્‍હેલું ઘરે જવું પડ છે ધંધા રોજગાર બંધ થઈ જાય છે.

મુખ્‍ય બજોરોમાં આવેલ નાની હવેલી, સ્‍વામીનારાયણ મંદિર, તપેશ્વર મંદિર સહિતના અનેક મંદિરો આવેલ છે તે મદિરોમાં પણ પગથીયા સુધી પાણી આવી જાય છે જેથી ભકતજનો આવી શકતા નથી અનેક જગ્‍યાએ ગટરો ના ગદા પાણી ધુસી જતા ભારે રોષ વ્‍યકત થયેલ હતો સામનાથ ટોકીઝ વિસ્‍તાર તેમજ પ્રભાસપાટણની અનેક સાસાયટીઓ પણ પાણી પાણી થઈ ગયેલ હતી અચાનક ભારે વરસાદ પડતા શણગાર કરેલા તાજીયાઓને પણ સલામત ઘરોમાં અંદર લઈ જવાની ફરજ પડેલ હતી સવારે ૬ વાગ્‍યા થી સાંજે વાગ્‍યા સુધી ૧૨ કલાકમાં વેરાવળ સોમનાથમાં ૧૩૧ મીમી સવા પાંચ ઈચ વરસાદ પડેલ હતો.

સુત્રાપાડા શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૪૬ મીમી બે ઈચ જેટલો વરસાદ પડેલ હતો હાલ વરસાદી વાતાવરણ છે વરસાદ બંધ થયેલ છે.

(1:25 PM IST)