<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

અમરેલીમાં તાજીયા

  અમરેલી : અમરેલી જિલ્લામાં તાજીયા ઇમામખાનામાંથી બહાર આવી ગયેલ જુલુસ રૂપે તાજીયા રાબેતા મુજબ ફરશે. જેમાં અમરેલી ચાંદની ચોક, બહારપરા, જયહિન્‍દ ટોકીઝ પાસે, તેમજ શાહગોરાની ડેલી અને કસબમાં તાજીયાના જુલુસ નિકળશે. કરબલામાં શહીદોની સ્‍મૃતિમાં મુસ્‍લિમ વિસ્‍તારમાં સળંગ દસ રાત્રી હુસૈની મજાલીસો યોજાય છે. અને ઠેર-ઠેર શબીલો બનાવી તેના દ્વારા ખાણીપીણીની વસ્‍તુઓ વિના ભેદભાવે વિતરણ કરવામાં આવી હતી અને હુસૈની મજાલીસોમાં પણ ભાઇઓ બહેનો મોટી માત્રામાં ઉમટી વાએજ સાંભળી રહ્યા છે. મસ્‍જીદોમાં વિશેષ નમાજ સાથે દુઆ કરવામાં આવી હતી અનેક કબ્રસ્‍તાનમાં ઉમટી લોકો શ્રાધ્‍ધ તર્પણના અનેક કાર્યક્રમો સાથે કરબલાનાં શહીદોને શ્રધ્‍ધાંજલી પાઠવી હતી. અમરેલી શહેરમાં ચાંદી ચોક ખાતે યાસીનભાઇ ફુલવાળા દ્વારા અને શ્‍યામ બેકરી સામે બટારવાડીમાં જમાલભાઇ સુલેમાન મેતર તેમજ હારૂનભાઇ દ્વારા અને બહારપરામાં ઇભુભાઇ કચરા અને દાતારના તકીયે હાપરામાં મજીદભાઇ સોલંકી દ્વારા તાજીયા બનાવાયા હતા. અને ચોકમાં રાખવામાં આવ્‍યા હતા જયાં અનેક લોકોએ પોતાની આસ્‍થાન વ્‍યકત કરી હતી. અમરેલી ચાંદી ચોકમાં સદ્ભાવના ગૃપ દ્વારા અજીજભાઇ ગોરી તથા નવાબભાઇ ગોરી દ્વારા શબીલની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવેલ. મુસ્‍લિમ આગેવાનો દ્વારા શરબતવિતરણ, ન્‍યાજ તકસીમ જેવા કાર્યક્રમો યોજાયા હતા

(1:26 PM IST)