<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

જામનગર જીલ્લામાં ઝાપટાથી માંડીને અઢી ઇંચ

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર ખુશી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૭: જામનગર અને જીલ્લામાં ઝાપટાથી માંડીને અઢી ઇંચ વરસાદ પડયો હતો.

જેમાં લાલપુરમાં ર ઇંચ, જામનગરમાં પોણા-ર ઇંચ, કાલાવડમાં દોઢ ઇંચ, જામજોધપુરમાં પોણો ઇંચ તથા ધ્રોલમાં ઝાપટા પડયા હતા.

આ ઉપરાંત પીપરટોડામાં અઢી ઇંચ, શેઠ વડાળા, પડાણા, ભલસાણ બેરાજા, મોડપર, સમાણા, પરડવામાં ર ઇંચ વરસાદ પડયો હતો. જયારે જામવંથલી, દરેડ, મોટા વડાળા, નવાગામ, મોટા પાંચદેવડા, ધ્રાફા, હરીપરમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો.

જયારે વસઇ, લાખાબાવળ, મોટી બાણુગાર, ફલ્લા, મોટી ભલસાણ, અલીયાબાડા, જલીયા દેવાણી, નિકાવા, ખરેડી, ધુનડા, ભણગોર, હરીપરમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.

બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.પ, મહતમ તાપમાન ૩પ.પ, ભેજનું પ્રમાણ ૯૪ ટકા, પવનની ગતી ૬.૬ કી.મી. રહી હતી.

(4:01 PM IST)