News of Wednesday, 17th July 2024
વિસાવદરમાં મહોર્રમ નિમિતે એકતા સભા યોજાઈ : કોમી-એકતાના અનેરા દર્શન : સંતો-મહંતો-સમાજશ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ નાસીરભાઈ રહીમભાઈ મેતર તથા સમસ્ત મુસ્લીમ સમાજ આયોજિત આજે મહોર્રમ નિમિતે કોમી-એકતાના ઉત્સાહભર્યા માહોલમાં "એકતા સભા" યોજાઈ હતી. જેમાં પરબધામના મહંત પૂ.કરશનદાસબાપુ, સતાધાર જગ્યાના મહંત પ્રતિનિધિ, રામેશ્વર આશ્રમના મહંત પૂ. ગોવિંદબાપુ, પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી, હર્ષદભાઈ રીબડીયા,કિર્તિભાઈ કામદાર, ભાસ્કરભાઈ જોષી, શાંતિભાઈ ગણાત્રા, કૌશિકભાઈ વાઘેલા, ઘનશ્યામભાઈ સાવલિયા, ઘનશ્યામભાઈ ડોબરીયા, કરશનભાઈ વાડોદરિયા, મનીષભાઈ રિબડીયા, રજનીકભાઈ ડોબરીયા, રમણીકભાઈ દુધાત્રા, રમણીકભાઈ ગોહેલ, કમલેશભાઈ રીબડીયા, લલીતભાઈ રીબડીયા, સમીરભાઈ પટેલ, વિજયભાઈ જેઠવા, સુધીરભાઈ ચૌહાણ,નિલેશભાઈ દવે, જયદીપ દાહીમા,ભરતભાઈ રીબડીયા,પંકજભાઈ જેઠવા, ઉદયભાઈ મહેતા,સી.વી.જોષી, ચંદ્રકાન્ત ખુહા, સુરેશ સાદરાણી સહિત સમાજશ્રેષ્ઠીઓ-ડોકટરો-વકીલો-વ્યાપારી આગેવાનો-પત્રકારો તથા નામી-અનામી વિવિધ ક્ષેત્રના ગામ-બહારગામના અનેકવિધ આગેવાનોએ હાજરી આપી હતી.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
