તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
પોરબંદરના અસ્માવતી ઘાટમાં ચાવીવાળો ખૂલે અને બંધ થાય તેવો પુલ બનાવવા માંગણી
ફલ્ડમાં પ્રાચીન ઘાટ તુટી ગયા બાદ બારામાં રેતીના ભરાવાનો કાયમી પ્રશ્નઃ બોટો ચાલી શકતી નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૮: જૂના બંદરમાં પ્રાચીન અસ્માવતી ઘાટ તુટીને તણાય ગયા બાદ બંદરના બારામાં રેતીના ભરાવાનો પ્રશ્ન કાયમી બની ગયો છે. દરિયાના પાણીમાં ભરતી આવે ત્યારે બોટ બારામાં અંદર આવી ગયા બાદ બહાર નીકળવા ફરીથી ભરતીની રાહ જોવી પડે છે. રેતીના ભરાવાને લીધે બોટને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.
અસ્માવતી ઘાટ પાસે લોખંડની ચાવી વાળો ખૂલે અને બંધ થાય તેવો ઓટોમેટીક પુલ બનાવવા માંગણી થઇ રહી છે. આ ઓટોમેટીક પુલ જ્યારે બોટ બારામાં આવે ત્યારે ખુલે અને ત્યાર પછી બંધ કરવામાં આવે તો દરિયામાંથી આવતી રેતીનો ભરાવો અટકી શકે છે.
આ ઓટોમેટીક પુલ જ્યારે બંધ કરવામાં આવે ત્યારે દરિયાનું પાણી દ્વારા આવી જાય છે. પરંતુ રેતી અંદર આવી શકતી નથી.
સામાજિક કાર્યકર દિલીપભાઇ મશરૂએ જૂના બંદરથી સામાકાંઠે સુભાષનગર જવા ખાડી ઉપર ઝૂલતો પુલ બનાવવા માંગણી કરી છે. ફિશીંગ સાથે કામ કરનારાઓ જૂના બંદરથી સામે કાંઠે વારંવાર આવન-જાવન કરતા રહે છે પરંતુ આ ખાડી વચ્ચે ઝૂલતો પુલ બનાવાય તો માછીમારોને સુભાષનગર જવાનું અંતર ઘટી શકે હાલ ૩-૪ કિલોમીટર ફરીને જૂના બંદરથી સુભાષનગર જવું પડે છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
