<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ભાવનગર નજીક ત્રણ લાખનો દારૂ ભરેલ પિકઅપ સાથે એકની ધરપકડ

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૮ : અલંગ પોલીસ સ્‍ટાફ ગત મોડી રાત્રીના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ત્રાપજ ગામ નજીક આવેલ બાયપાસ બ્રિજ પાસે વોચમાં રહીને ત્રાપજ તરફથી આવી રહેલ સફેદ કલરની બોલેરો મેક્‍સ પિકઅપ વાહન નં.જી.જે.૦૪-એ.ડબલ્‍યુ-૯૩૦૫ ને અટકાવી તપાસ કરતા પીકઅપમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૮૫૨ બોટલ, કિં. રૂ.૨,૮૬,૩૨૦  તેમજ બિયરના ટીન નંગ-૧૬૮, કિં. રૂ.૧૬,૮૦૦ મળી આવ્‍યા હતા. પોલીસે વિદેશી દારૂ, બિયરનો જથ્‍થો, બોલેરો પીકઅપ તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ.૯,૦૮,૧૨૦ના મુદ્દામાલ સાથે બોલેરોના ચાલક દીપક માધાભાઈ બારૈયા ( રહે. નવા રતનપર, તા.જિ. ભાવનગર ) ની ધરપકડ કરી હતી.

આ શખ્‍સની પૂછપરછ કરતા તેણે શિહોરમાં રહેતા ભાવેશ ઉર્ફે બાવલો જેઠાભાઈ ચાવડા અને મુકેશ ઉર્ફે મુન્નો ઉર્ફે ઢેકાળો રમણીકભાઈ સોલંકી એ બોલેરો પીકપ આપીને ત્રાપજ મોકલ્‍યો હતો અને ત્‍યાં એક વ્‍યક્‍તિ વાહનમાં દારૂનો જથ્‍થો ભરી આપશે તેમ જણાયું હતું અને દારૂનો આ જથ્‍થો કાળુ જોધા ગોહિલ અને અજીત જોધા ગોહિલ ( રહે.બન્ને  અયાવેજ ગામ, વાડી વિસ્‍તાર ) ને પહોંચાડવાનું જણાવ્‍યું હતું.

અલંગ પોલીસે ઝડપાયેલ દીપક માધાભાઈ બારૈયા ઉપરાંત ભાવેશ ઉર્ફે બાવલો જેઠાભાઈ ચાવડા મુકેશ ઉર્ફે મુન્નો રમણીકભાઈ સોલંકી ( રહે. બંને સિહોર ) કાળુ જોધા ગોહિલ, અજીત જોધા ગોહિલ ( રહે. આયાવેજ, તા. જેસર ) અને દારૂનો જથ્‍થો ભરી આપનાર અજાણ્‍યા શખ્‍સ વિરૂદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:38 AM IST)