<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

કાળોતરા સાપને પકડી તેને રમાડતાં યુવાનને સાપે ડંખ દેતાં મોત : અંતિમ વિડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૮: કચ્‍છના નલિયા તા.ના તેરા ગામના ૩૦ વર્ષીય યુવાન વનરાજસિંહ જાડેજા સાપ પકડવામાં નિષ્‍ણાત હતા. ગામના કોલીવાસમા સાપ નીકળતા તેને પકડી વનરાજસિંહ પોતાની આદત મુજબ સાપને રમાડી રહ્યા હતા ત્‍યારે સાપે એકાએક ડંખ મારતાં તેમનું મોત નીપજ્‍યું હતું. આ તેમનો અંતિમ વિડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો હતો.

(11:05 AM IST)