તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
સસ્પેન્ડેડ નીતા ચૌધરી ભલગામડાથી ગળપાદર જેલ હવાલે : ફરાર લેડી કોન્સ્ટેબલને કોણે આશરો આપ્યો ?
હાઇકોર્ટમાં આજે જામીન અરજીની સુનાવણી : લેડી કોન્સ્ટેબલ અને બુટલેગરના સંબંધો ચર્ચામાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮ : પોલીસ ટીમ ઉપર થાર જીપᅠ ચલાવી કચડી નાખવાના પ્રયાસમાં હત્યાના આરોપનો સામનો કરનાર રાજયના સીઆઈડી ક્રાઈમમાં હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવનાર નીતા વશરામ ચૌધરી અને વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સાથે ઝડપાયા બાદ બન્ને વચ્ચેના સબંધો ચર્ચામાં છે.
ભચાઉ કોર્ટ દ્વારા જામીન નામંજૂર થયા બાદ ફરાર થનાર લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી તેના સાસરિયે કે પિયરિયાને બદલે લીંબડી નજીકના ભલગામડાથી ઝડપાઈ હતી. એટીએસ દ્વારા તેની અટક કરાયા બાદ હવે તે ગળપાદર (ગાંધીધામ) જેલ હવાલે કરાઈ છે. દરમિયાન બુટલેગર યુવરાજસિંહના સાસરિયેથી નીતા ચૌધરી ઝડપાયાની ચર્ચા વચ્ચે તેને આશરો કોણે આપ્યો એ અંગે તપાસમાં પોલીસે કંઈ જણાવ્યું નથી.
મળતી માહિતી મુજબ આજે હાઇકોર્ટમાં નીતા ચૌધરીની જામીન અરજી અંગે કેસ ચાલશે. ભચાઉ સેશન્સ કોર્ટમાં જામીન નામંજૂર થયા બાદ નીતા ચૌધરી એ હાઇકોર્ટ ના દરવાજા ખટખટાવ્યા હતા. પરંતુ તે દરમ્યાન તે ફરાર થઈ ગઈ હતી. એટીએસ દ્વારા બે દિવસ પૂર્વે તેની અટક કરાઈ હતી. ગ્લેમરસ લાઈફ સાથે ઉચ્ચ સંપર્કો ને કારણે આ લેડી કોન્સ્ટેબલ ચર્ચામાં છે. સોશ્યલ મીડિયામાં તેની હાઈફાઈ લાઇફ સ્ટાઇલ છવાયેલી રહી છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
