<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

દોઢ વર્ષ પહેલા એસિડ પી લેનારી જસદણના સોમ પીપળીયાની મમતા ખાવડીયાનું મોત

અલગ અલગ સ્‍થળે સારવાર લીધા બાદ રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ જે તે વખતે મંગેતર સાથે ચડભડ થઇ હોવાનું માતાનું કથન

રાજકોટ તા. ૧૮: જસદણના સામ પીપળીયા ગામે રહેતી મમતા વશરામભાઇ ખાવડીયા (ઉ.વ.૨૦) નામની યુવતિએ દોઢ વર્ષ પહેલા પોતાના ઘરે એસિડ પી લેતાં અલગ અલગ હોસ્‍પિટલોમાં સારવાર લીધી હતી. ત્રણ દિવસ પહેલા ફરીથી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મમતાએ અગાઉ એસિડ પીધુ ત્‍યારે રાજકોટ સિવિલમાં દાખલ કરાઇ હતી. અહિથી અન્‍ય બે ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી અમદાવાદ ખસેડાઇ હતી. ફરીથી ગયા મહિને રાજકોટ સિવિલમાં દાખલ કરાઇ હતી. એ પછી રજા અપાઇ હતી. ગત ૧૫/૭ના તબિયત બગડતાં ફરી રાજકોટ દાખલ કરાઇ હતી. આજે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે જસદણ પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર મમતા ચાર બહેન અને બે ભાઇમાં મોટી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. માતા ચકુબેને જણાવ્‍યું હતું કે મમતાની જે તે વખતે રાજકોટના યુવાન સાથે સગાઇ થઇ હતી. આ મંગેતર સાથે ચડભડ થતાં તેણીએ એસિડ પીધુ હતું. જો કે અમે ત્‍યારે ભુલથી એસિડ પી લીધાનું લખાવ્‍યું હતું.

(11:11 AM IST)