તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
રવિવારે ગુરૂપુર્ણિમાએ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને સુવર્ણ વાઘા શ્રૃંગાર : પૂ.ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન

વાંકાનેર, તા.૧૮: શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પ. પુ. શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી તથા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આગામી તા.૨૧/૭/૨૪ ને રવિવારના ગુરૂપૂર્ણિમા નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘાના દર્શન સાથે પુષ્પોના શણગાર દર્શન કરવામાં આવશે સવારે ૫: ૩૦ ક્લાકે મંગળા આરતી તેમજ સવારે ૬:૩૦ થી ૭:૦૦ પ. પૂજ્ય સદગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવ પૂજન સંતો દ્વારા કરવામાં આવશે તેમજ સવારે ૭: ૦૦ ક્લાકે શણગાર આરતી કરવામાં આવશે સાંજે ૫: ૩૦ ક્લાકે દિવ્ય ષોડષોપચાર પૂજન દાદાનું કરવામાં આવશે સાંજે ૭ :૦૦ ક્લાકે સંધ્યા આરતી થશે. ભાવિક ભક્તજનોને પધારવા શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરૂપુરાણીશ્રી વિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
