તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
દેવભુમિ જીલ્લાના જામનગર-રાજકોટ જેલમાં રહેલા ૧૨ અન્ડર ટ્રાયલ આરોપીઓ બાબતે રેકમેન્ડેશન કરાયુ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેનની અધ્યક્ષતામાં અન્ડર ટ્રાયલ રીવ્યુ કમિટિ (UTRC) ની રચના કરવામાં આવી છે. જેમાં મેમ્બરર્સ તરીકે (૧) જિલ્લા કલેકટર, (૨) DLSA ના સેક્રેટરી (કો-ઓર્ડીનેટર), (૩) જિલ્લા પોલિસ અધિક્ષક, (૪) મુખ્ય જિલ્લા સરકારી વકિલ, (૫) જેલ અધિક્ષક રહેલા છે. જે કમિટિ દ્વારા કવાર્ટલી મિટિંગનું આયોજન કરી NALSA ની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર મુજબ જુદી જુદી ૧૪ કેટેગરી માં સમાવેશ થતા આરોપી/કેદીઓ ત્વરીત જેલ મુકત થાય તેવી કાર્યવાહી કરવા માટે જરૂરી લિગલ એઈડ આપી જેતે આરોપી / કેદી ની જામીન અરજી હાઈકોર્ટ સુધી ત્વરીત થઈ શકે તે માટે DLSA દ્રારા જરૂરી લિગલ એઈડ પૂરી પાડી પરીણામાલક્ષી કાર્યવાહી કરવામાં આવે છે.
મોડલ ઈ-પ્રિઝન મોડયુલ, જેલ સુધારણા અંતગર્ત DLSA દ્રારા દર પાકા કામના કેદીઓમાંથી PLV નિમવામાં આવેલ છે તેમજ એક રીટાયર્ડ સરકારી કર્મચારીને PLV તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે જે દર અઠવાડીયે જેલ વિઝીટ કરે છે તેમજ LADC માં ફરજ બજાવતા આસીસ્ટન્ટ LADC પણ આ સુધારા અંતગર્ત નિયુકત કરવામાં આવેલ છે.
આ વર્ષની સેકન્ડ કવાર્ટર ની UTRC કેમ્પેન માટે સૌપ્રથમ DLSA દ્રારા જેલ વિઝીટીંગ વકીલશ્રી તથા પી.એલ.વી. ને કેમ્પેન બાબતે સેન્સેટાઈઝ કરી જિલ્લા જેલ જામનગર ખાતે રહેલા દેવભૂમિ દ્રારકા ના આરોપીને સદરહું કેમ્પેન બાબતે માહિતગાર કરી તેમની પ્રાથમિક માહિતી એકઠી કરેલ ત્યારબાદ તારીખઃ ૦૯/૦૭/૨૦૨૪ ના રોજ DLSA દ્વારા વ્યક્તિગત જેલ મુલાકાત કરી દરેક આરોપીને વ્યક્તિગત મળી માહિતીની ખરાઈ કરી આરોપીને આઈડેન્ટીફાય કરેલ હતા. જે ડેટા આધારીત કમિટિની મિટિંગનું આયોજન તારીખઃ૧૫/૦૭/૨૦૨૪ ના રોજ જિલ્લા અદાલત ખાતે DLSA ના ચેરમેનશ્રી એસ.વી.વ્યાસની અધ્યક્ષતામાં કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા કલેકટર જી. ટી. પંડયા, સચિવ ડી.બી.ગોહિલ, નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક (મુખ્ય મથક) એમ.એમ.પરમાર, મુખ્યા જિલ્લા સરકારી વકિલ એલ.આર.ચાવડા, ઈ.ચા. જામનગર જિલ્લા જેલ ના જેલ વી.બી.સોલંકી હાજર રહેલા હતા. સભ્યો દ્રારા દેવભુમિ દ્રારકા જિલ્લાના જામનગર જેલ તથા રાજકોટ જેલમાં રહેલા આરોપીનું લિસ્ટ, તેના ગુન્હાની વિગત, તેનો ભૂતકાળ, કેસનું સ્ટેટસ, કેટલા સમયથી જેલમાં રહેલ છે તેની વિગત, અગાઉના તેમના પર રહેલા ગુન્હાઓ વગેરેની રેકોર્ડ આધારીત તપાસી આરોપી NALSA ની જુદી જુદી ૧૪ કેટેગરીમાં સમાવેશ થાય છે કે કેમ તે ચકાસણી કરેલ હતી.
જેમાં મિટિંગના અંતે ૧૨ આરોપી કે જેઓ નાલ્સાની જુદી જુદી ૧૪ કેટેગરીમાં સમાવેશ થતો હોય તેવા અન્ડર ટ્રાયલ આરોપીઓ જેલ મુકત થાય તે વાસ્તે જુદા જુદા સુચનો તથા રેકમેન્ડેશન કરવામાં આવેલ. દેવભૂમિ દ્રારકા જિલ્લામાં જેલ ન હોવા છતા DLSA દ્વારા પ્રો-એકટીવ રોલ અદા કરી વહીવટી તંત્ર, પોલિસ તંત્ર, જેલ ઓથોરીટી, પ્રોસીકયુશન સાથે સંકલન કરી પરીણામલક્ષી કાર્યવાહી કરવામાં આવેલ જે DLSA ના સચિવની યાદીમાં જણાવામાં આવેલ છે.(૨.૮)
પોરબંદરના રાકેશભાઇ શાંતિલાલ અઢિયાનું અવસાનઃ સાંજે પ્રાર્થનાસભા
પોરબંદરઃસ્વ.શાંતિલાલ ચુનીલાલ અઢીયા ના પુત્ર રાકેશભાઇ શાંતિલાલ અઢિયા તે સ્વ.રમેશભાઇ લાલજીભાઇ રૂપાભીંડા , જગદીશભાઇ,ચંદ્રેશભાઇ ના ભાણેજ તથા અલ્પેશભાઇ અને પરેશભાઇ ના મોટાભાઇ નું અવસાન તા.૧૬ મંગળવારના રોજ થયેલ છે પ્રાર્થના સભા તા. ૧૮ ગુરૂવારના રોજ ૪:૧૫ વાગ્યા સુધી લોહાણા મહાજન વાડી પ્રાર્થના સભા હોલ ખાતે રાખેલ છે. અલ્પેશભાઇ મો. ૯૬૬૨૪ ૬૪૦૩૮ અને પરેશભાઇ મો. ૯૯૦૪૦ ૫૧૮૬૦
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
