તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
ગોંડલના જામવાડીમાં ચડ્ડી - બનીયાનધારી ટોળકી ત્રાટકી : ૫ કારખાનાને નિશાન બનાવ્યા
કંઇ રોકડ હાથ ન લાગતા કબાટ - તિજોરીને નુકસાન કર્યુ : ઘટના સીસીટીવીમાં કેદ

તસ્વીરમાં કારખાનાનું શટર તૂટેલ હાલતમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૮ : ગોંડલનાં જામવાડી જીઆઇડીસી ખાડિયા વિસ્તારમાં આવેલા ઉર્જા - ૫ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ચડી બનીયન ગેંગ દ્વારા પાંચ કારખાના અને ગોડાઉનમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો. તસ્કરોને મુદામાલ હાથ ન લાગતાં રહેલા કબાટ અને તિજોરીમાં તોડફોડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ખાડિયા વિસ્તારમાં ઉર્જા - ૫માં ગત મોડી રાત્રીના એક સાથે ૫ જેટલા ગોડાઉન અને કારખાનામાં ચડ્ડી બનીયાન ધારી ગેંગના પાંચ જેટલા શખ્સ ત્રાટકયા હતા અને ચોરીનો પ્રયાસ કર્યો હતો.જેમાં ભૂમિ ઈન્ડસ્ટ્રીઝ, સનલાઈટ એગ્રી, મારૂતિ ઈન્ડસ્ટ્રીઝ, વિનાયક એન્ટરપ્રાઈઝ, કલ્પારિય રીસાયકલિંગ નામના કારખાનાનો સમાવેશ થાય છે. આ ગેંગને ચોરીમાં ધારી સફળતા ન મળતાં કારખાનામાં કયાંક શટર, તિજોરી, ઓફિસના દરવાજા અને ચાલુ સીસીટીવી તોડીને નુકશાન કર્યું હતું અને થોડી રોકડ રકમની ચોરી કરી હતી.
ખાડિયા વિસ્તારમાં મહિના અગાઉ પણ આવી ગેંગ ત્રાટકી'તી તાલુકા પોલીસ અને LCB બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આ શખ્સોની ઓળખ મેળવીને તેમનું પગેરું દબાવવા હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે ખાડિયા વિસ્તારમાં એક મહિના પહેલા ચડ્ડી-બનિયાનધારી ગેંગના શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપવા જતા હાથમાં કાચ લાગતા લોહી લુહાણ હાલતમાં એક શખ્સ ભાગી નીકળ્યો હતો. ફરી એકવાર ગેંગ દ્વારા જામવાડી જીઆઇડી ખાડીયા વિસ્તારને નિશાન બનાવાયુ છે
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
