તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
કચ્છના લખપતમાં દોઢ-ભાણવડમાં પોણો ઇંચ વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા યથાવતઃ હળવો-ભારે વરસતો વરસાદ

રાજકોટ, તા., ૧૮ : રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે. આવા વાતાવરણ વચ્ચે કચ્છના લખપતમાં દોઢ ઇંચ, દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડમાં આજે ગુરૂવારે સવારે પોણો ઇંચ વરસાદ પડયો છે.
ભુજ
(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે બે દિવસ સાર્વત્રિક વરસાદ બાદ ત્રીજે દિવસે કચ્છના દસતાલુકા પૈકી એક માત્ર લખપત તાલુકામાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી હતી. ખાસ કરીને સરહદી વિસ્તારમાં આવેલ દયાપરથી નારાયણ સરોવર પંથકના ગામોમાં સરેરાશ અડધાથી દોઢ ઇંચ વરસાદ પડયો હતો. જો કે આ વચ્ચે કચ્છના અન્ય નવ તાલુકાઓમાં ભારે ઉકળાટ અને બફારાના કારણે જનજીવન ત્રસ્ત થઇ ગયું હતું. એકંદરે આ વર્ષે કચ્છમાં સમયસર ચોમાસું બેસી ગયું છે. તેમજ સાર્વત્રિક મધ્યમથી સારો વરસાદ વરસી ગયો છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જિલ્લામાં મંગળવારે વરસી ગયેલા સાર્વત્રિક વરસાદ બાદ ગઇકાલે બુધવારે આખો દિવસ મેઘ વિરામ રહયો હતો. આજરોજ ગુરૂવારે કલ્યાણપુર તાલુકામાં ચઢતા પહોરે જોરદાર ઝાપટા વરસી તથા ૪ મી.મી. પાણી પડી ગયું હતું. જયારે જિલ્લાના અન્ય ભાગોમાં વાતાવરણ ચોખ્ખુ રહયું હતું. જો કે ગરમી અને બફારા ભર્યો માહોલ હાલ યથાવત રહયો છે. આજે સવારે ભાણવડમાં પોણો ઇંચ તથા કલ્યાણપુરમાં ઝાપટારૂપે ૮ મી.મી. વરસાદ પડયો છે.
દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યો છે. ત્યારે ગરમી અને ઉકળાટ જોતા વધુ વરસાદ વરસે તો પણ નવાઇ નહીં.
આજે સવાર સુધીમાં ખંભાળીયા તાલુકામાં કુલ ૩૧ ઇંચ સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ ર૦ ઇંચ પડી ચુકયો છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ શહેરમાં તથા જામજોધપુરમાં છેલ્લા ર૪ કલાકમાં માત્ર ર મી.મી. વરસાદ પડયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ જીલ્લાના કેશોદમાં અડધો ઇંચ તથા જુનાગઢ, મેંદરડા, માળીયા હાટીનામાં વરસાદી ઝાપટા પડયા છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
