તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
આજે બપોર પછીથી વરસાદના મંડાણઃ રરમી સુધીમાં ૮ થી ૧૦ ઇંચ ખાબકશેઃ ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે ગઇકાલથી આજ સવાર સુધી ર૪ કલાકમાં કયાંય વરસાદ પડયો નહતો જો કે હવામાન આગાહીકાર કનુભાઇ કણજારીયાના જણાવ્યા મુજબ આજ બપોર પછીથી વરસાદ શરૂ થશે જે રર-૭ સુધીમાં આઠ દશ ઇંચ પડવા સાથે ડેમોમાં પણ નોંધપાત્ર આવી શકે છે.
ઉલ્લેખનિય છે કે હજું ડેમ દ્વારકા જિલ્લામાં એક પણ છલકાયો નથી ત્યારે ગઇકાલે ઉપરવાસથી પાણીની આવક થતાં તથા આગલા દિવસથી પડેલા વરસાદને કારણે ખંભાળિયાના ઘી ડેમ તથા સિંહણ ડેમમાં એક એક ફુટ નવું પાણી આવતા બન્ને ડેમોમાં સપાટી ૯ાા ફુટ ઉપરાંત થઇ છે. કલ્યાણપુર પંથકમાં તથા ભાણવડમાં પણ અનેક ડેમોમાં નવા પાણીની આવક થઇ છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
