<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

કાલે વિંછીયાના કંધેવાળીયા રેવાણીયા પાટીયાળી મોઢુકા ખાતે વિવિધ લોકાર્પણ ખાતમુહૂર્ત

(નરેશ ચોહલીયા) જસદણ તા.૧૮: જસદણ વિછીયા ના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તાલુકાના રેવાણીયા ખાતે તા ૧૯ ના સવારે ૯  કલાકે રૂ ૧,૨૭ કરોડના ખચે B,R,C,ભવનનું ખાતમુહૂર્ત તથા સવારે ૧૦ કલાકે કંધેવાળીયા ગામે રૂ ૩,૫૦ કરોડના ખર્ચે નવી બનેલ માધ્‍યમિક શાળાના બીલ્‍ડીગનું લોકાર્પણ તેમજ સવારે ૧૧,૩૦ કલાકે પાટીયાળી ગામે રૂ ૪,૧૯,કરોડના ખર્ચે સરકારી માધ્‍યમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્‍યારબાદ બપોરે ત્રણ કલાકે મોઢુકા ખાતે ૧.૨૭ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ કરવામાં આવશે તા.૧૯ સવારે ૯ વાગ્‍યા થી કાર્યક્રમ યાોજાશે. બાવળીયાના પ્રયાસોથી વીંછીયા તાલુકાના રેવાણીયા પાટીયાળી કંધેવાળીયા મોઢુકા જેવા ખોબા જેવડા ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બી આર સી ભવન પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર માધ્‍યમિક શાળાનું નિર્માણ થયું છે. ૧૦ કરોડથી પણ વધુ રકમના ખર્ચે બની રહેલ માધ્‍યમિક શાળા આરોગ્‍ય કેન્‍દ્ર સહિત વિવિધ પ્રકલ્‍પોના બિલ્‍ડીંગનુ લોકાર્પણ ખાત મુહુર્ત કરવામાં આવશે. જેથી વિછીયા શહેર તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓએ ઉપસ્‍થિત રહેવા પાર્ટી દ્વારા અનુરોધ છે

(12:21 PM IST)