તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
વાંકાનેરમાં શ્રી સદ્ગુરૂ આનંદ આશ્રમે ગુરૂપુર્ણિમાં અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવાશે
કેશર સ્નાન, મંગળા આરતી, પાદુકા પૂજન, રામધુન, સાંજે મહાઆરતી, મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૮ :.. રાજકોટ રોડ પર સદ્ગુરૂદેવ શ્રી હરીચરણદાસજી મહારાજ પ્રેરીત શ્રી સદ્ગુરૂ આનંદ આશ્રમ ખાતે પૂજય સદ્્ગુરૂદેવ શ્રી રણછોડદાસ મહારાજના સ્મૃતિ મંદિરોમાં ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ પ.પૂ. જાનકીદાસજી મહારાજની આજ્ઞા અને આશિર્વાદ સાથે આગામી તા. ર૧ ને રવિવારે ગુરૂપૂર્ણિમાં દિવસ ભર વિવિધ કાર્યક્રમ થકી ઉજવાશે.
પ્રારંભે સવારે છ કલાકે પૂજય ગુરૂદેવના કેશર સ્નાન ત્યારબાદ મંગળા આરતી, બાદ સદ્ગુરૂદેવશ્રી પૂજય રણછોડદાસજી મહારાજ તથા મહામંડલેશ્વર સદ્્ગુરૂ સ્વામી શ્રી હરીચરણદાસજી મહારાજશ્રીના દરેક સદ્ગુરૂ શિષ્ય પરિવારો માટે સવારે ૯ થી ૧ર તથા સાંજે ૪-૩૦ થી ૭-૩૦ દરમ્યાન પાદુકા પૂજન તથા વાંકાનેરનું પ્રખ્યાત નિઃશુલ્ક સેવા આપતુ શ્રી શ્યામ ધુન મંડળના પંદર કલાકારોના કાફલો શ્રી રામધુનની રમઝટ બોલાવશે.
ત્યારબાદ સાંજે ૭-૩૦ કલાકે ૧૦૮ દિપમાળાની મહાઆરતી યોજાશે. આરતી બાદ તમામ સદ્ગુરૂ શિષ્ય પરિવારો માટે મહાપ્રસાદનો પ્રારંભ થશે તો ઉપરોકત દિવસભર ગુરૂપૂર્ણિમાનો દરેક શિષ્ય પરિવારે આ ધાર્મિક કાર્યનો લાભ લેવા શ્રી સદ્ગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્ટી શ્રીઓએ આમંત્રણ સાથે યાદી આપતા જણાવ્યું છે. તેમજ તા. ર૧ ને રવિવારના રોજ દરેક શિષ્ય પરિવારો એ સહ પરિવાર સાથે મહાપ્રસાદનો લાભ લેવા ટ્રસ્ટી મંડળ ભાવપૂર્વક અનુરોધ કરવામાં આવેલ છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
