<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ધોરાજીના ભાદરમાં ભારે વરસાદ :5 કલાકમાં 6 ઇંચ ખાબકતા નદી બે કાંઠે વહી:ખેતરો બેટમાં ફેરવાયા

મેઘરાજાએ ધડબડાટી બોલાવી:ભારે વરસાદના પગલે ભાદર ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા: નદીમાં ઘોડાપૂર:નદી પ્રચંડ પ્રવાહ સાથે બે કાંઠે

રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. 5 કલાકમાં 6 ઇંચની આસપાસ વરસાદ ખાબકતાં નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ખેતરો બેટમાં ફેરવાયા છે.

ધોરાજીના ભાદરમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ભારે વરસાદના પગલે ભાદર ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગામ નજીકથી પસાર થઇ રહેલી નદીમાં ભારે વરસાદના પગલે ઘોડાપૂર જોવા મળ્યું છે. નદી પ્રચંડ પ્રવાહ સાથે બે કાંઠે વહી રહી છે.

ગામ પાસેના વોકળાઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. નદી અને વોકળામાં પાણીનો પ્રવાહ પુષ્કળ હોય તંત્ર દ્વારા લોકોને ધસમસ્તા પ્રવાહ નજીક ન જવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ થવાથી ભાદર ગામની આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. ખેતરો બેટમાં ફેરવાય ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ ગામની આસપાસના વિસ્તારમાં સ્થળ ત્યાં જળ જેવા દૃશ્યો પણ સર્જાયા છે.

(12:58 PM IST)