તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
સુરેન્દ્રનગરમાં વૃધ્ધને છરી ઝીંકીને ૧૮ લાખની લૂંટ
બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો નાસી છૂટયા : પોલીસ દ્વારા નાકાબંધી : શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૮: સુરેન્દ્રનગરમાં વૃધ્ધને છરી ઝીંકીને ૧૮ લાખની લૂંટ કરીને ૨ શખ્સો નાસી છૂટતા સનસનાટી મચી ગઇ છે.
જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર પાસે આઇડીબીઆઇ બેન્ક માં સ્કૂટર લઈ અને બેંકમાં નાણા ભરવા આવેલા અને કોટક મહિન્દ્રા બેન્કમાં નાણા ભરવા જાય તે પહેલા જ બાઈક ઉપર આવી અને બે શખશો છરીના ઘા મારી અને રૂપિયા ૧૮ લાખની સંસનાટી ભરેલી લૂંટ કરી અને ચાલ્યા ગયા છે ત્યારે આ અંગે તાત્કાલિક અસરે પોલીસ તંત્રને જાણકારી આપવામાં આવતા પોલીસ કાફલો મિલન સિનેમા પાસે આવેલી બેન્ક ખાતે પહોંચ્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
લૂંટના બનાવથી ભારે સનસનાટી મચી ગઇ છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
