<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ભાવનગરના શિહોરમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ: ગારીયાધાર, મહુવા અને જેસરમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા

-સિહોરમાં ધોધમાર વરસાદ તુટી પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર જિલ્લાના શિહોરમાં આજે સાંજે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. 

ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ બંધાય છે પરંતુ વરસાદના વરસતા લોકો નિરાશ થતા હતા. દરમિયાન આજે સાંજે ચાર વાગે જિલ્લાના સિહોર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી ગયા હતા. હતા.ધોધમાર વરસાદ તુટી પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સિહોર  અને આજુબાજુના  ગામોમાં પણ સાંજે વરસાદ પડ્યો છે.
સિહોર ઉપરાંત ભાવનગર જિલ્લાના ગારીયાધાર, મહુવા અને જેસરમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા.
આજે સાંજના છ વાગ્યા સુધીમાં સિહોરમાં 64 મી.મી. ગારીયાધારમાં 2 મી.મી., મહુવામાં 3 મી.મી. અને જેસરમાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી નોંધાયું હતું .જ્યારે લઘુતમ તાપમાન 24.7 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 67 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 22 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.


 

(7:06 PM IST)