<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ધોરાજીના ભાડેર ગામમાં 5 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ

ગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપુર :નદી-નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા : ભારે વરસાદથી સર્વત્ર પાણી-પાણી થયુ

રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાડેર ગામમાં વરસી આકાશી આફત જેવી હાલત જોવા મળી છે, નાનકડા એવા ભાડેર ગામમાં 5 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે…ભારે વરસાદથી ગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે. નદી-નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદથી સર્વત્ર પાણી-પાણી થયુ છે

(7:25 PM IST)