તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
ઉના અને ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર : ઉનામાં સાંજ સુધીમાં દોઢ ઇંચ અને ગીર ગઢડામાં અઢી ઇંચ ખાબક્યો
મચ્છુન્દ્રી નદી પર આવેલ પીક અપ વિયર ડેમ ઓવર ફલો:મચ્છુન્દ્રી નદીમા ઘોડા પુર :ઉનામાં પસાર થતી મચ્છુન્દ્રી નદીમા સાંજે પાણીની આવક

ઊના શહેર અને તાલુકામા છેલ્લા ઘણા દિવસોથી મેઘ રાજા મન મૂકીને વરસતા નહતા પરંતુ આજે સવારથી વાતાવરણ મા પલટો આવ્યો હતો અને સવાર થી ધીમી ધારે અને બપોર બાદ ધોધ માર વરસાદ વરસી જતા ઊનામા છ કલાકમાં 33મી.મી. અને મોસમનો કુલ વરસાદ 302મી.મી. એટલે બાર ઈંચ વરસાદ વરસી ગયો છે.
ગ્રામ્ય વિસ્તાર દેલવાડા, સામતેર, અમોદ્રા, કંસારી નવા બંદર, કેસરિયા તડ, પાલડી, ખાપટ વિગેરે ગામોમાં બે ઇંચ થી વધુ વરસાદ વરસી ગયો છે. ઊના મા ધોધ માર વરસાદ થી આનદ બઝાર અને નીચાણ વાળા વિસ્તાર મા રોડ ઉપર પાણી નદી ની જેમ વહેવા લાગ્યા હતા.
ગીર ગઢડામા આજે સવારથી સાંજ સુધીમા ધોધમાર વરસાદ વરસી ગયો હતો અને સાંજે 6સુધી મા 60મી.મી. એટલે અઢી ઇંચ વરસાદ વરસી ગયો છે અને મોસમનો કુલ વરસાદ 293મી.મી. વરસાદ નોંધાયો છે.
ગીર ગઢડા ના ગ્રામ્ય પંથક ફાટસર, ઇટવાયા, બાબરીયા, ઉમેદ પરા, જરગલી, વડવિયાલા, દ્રોણ, ધોકડવા, બેડીયા, નીતલી અને વડલી, જશાધાર ગીર તુલસી શ્યામ વિગેરે ગામ માં ત્રણ ઇંચ વરસાદ વરસી જતા ચોમાસુ પાક ને ખુબ ફાયદો થયો હતો આજે સવારે થી ગીર જંગલ મા વરસાદ જોરદાર વરસી જતા ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે સીમ માં આવેલ મચ્છુન્દ્રી નદી ઉપર આવેલ પીક અપ વિયર ડેમ ઓવર ફલો થતાં મચ્છુન્દ્રી નદી મા ઘોડા પુર આવેલ અને ઊના મા પસાર થતી મચ્છુન્દ્રી નદી મા સાંજે પાણી ની આવક થઈ છે
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
