તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
સૌરાષ્ટ્રના ઉના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો: સીઝનનો ૧૨ ઇંચ થયો: ગીર જંગલમાં જોરદાર વરસાદ સાથે મચ્છુન્દ્રીમાં ઘોડાપુર:જુઓ વિડિઓ

સૌરાષ્ટ્રના ઊના પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા સાંજ સુધીમાં સવા ઇંચ સાથે મોસમનો કુલ વરસાદ બાર ઈંચ પડ્યો. ગામડાઓમાં બે ઇંચથી વધુ વરસી ગયો.
ઊનાના આનંદ બઝાર સહિત રોડ ઉપર નદી વહેવા લાગેલ.
ગીર ગઢડામાં સાંજ સુધી અઢી ઇંચ સાથે મોસમનો ૧૨ ઇંચ નોંધાયો.
સવારથી ગીર જંગલમાં જોરદાર વરસી જતા દ્રોણ ગામે મચ્છુન્દ્રી નદી ઉપરનો પીક અપ વિયર ડેમ ઓવર ફલો થતાં મચ્છુન્દ્રીમાં ઘોડા પુર આવેલ. (નવીનભાઈ જે જોશી, અકિલા ઉના)
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
