તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
પોરબંદર,રાણાવાવ અને કુતિયાણામાં બપોર બાદ મીની વાવઝોડા સાથે ધોધમાર 3થી 4 ઇંચ વરસાદ ખાબક્યો : 8થી 10 વૃક્ષો ધરાસાયી : વીજ પુરવઠો ઠપ્પ : કાલે તમામ શાળાઓમાં રજા જાહેર

પોરબંદર : પોરબંદર રાણાવાવ અને કુતિયાણામાં બપોર બાદ મીની વાવાઝોડા સાથે ધોધમાર 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે,
ભારે પવન સાથે વરસાદના કારણે 8 થી 10 જેટલા વૃક્ષો ધરાશાયી થયાનું જાણવા મળે છે, પોરબંદરમાં વરસાદ અને ભારે પવનમાં વીજ પુરવઠો ઠપ્પ થયો છે
દરામિયાન જાણવા મળ્યા મુજબ આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
