<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં આભ ફાટ્યું હોય એમ જામજોધપુર, મોટી પાનેલી, ગીગણી સહિતના ગામોમાં સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો છે: ભયજનક સ્થિતિ: ઘરમાં પાણી ભરાવા લાગ્યા: વીજળીના પ્રચંડ કડાકા ભડાકા

અત્યારે મોડી રાત્રે 10 વાગ્યા પછી ઉપલેટા પંથકના જામજોધપુર મોટી પાનેલી ગિગણી સહિતના અનેક ગામોમાં અનરાધાર ભયજનક વરસાદ વરસી રહ્યો છે.

ભાયાવદરની બજારોમાં પાણી ફરી વળ્યા છે. જામજોધપુર ની બજારોમાં અને શેરીઓમાં નદી જેટલા પાણી વહી રહ્યા છે. 

મોટી પાનેલી માં હદ બહાર વરસાદને વીજળીને લીધે શહેરની વચ્ચોવચ થી નદી વહી રહી હોય તેટલા પાણી ચાલ્યા જાય છે. 

ભાણવડના ઢાંકમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. 

સમગ્ર ઉપલેટા તાલુકામાં મોડી રાત્રે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સ્થિતિ ભયજનક થતી જાય છે.

અહેવાલો ચંદ્રેશ હિરાણી મોટી પાનેલી, દર્શન મકવાણા જામજોધપુર..

(10:39 PM IST)