News of Monday, 22nd July 2024
કચ્છની ગળપાદર જેલમાં દારૂ પીતા ૬ કેદી ઝડપાયા બાદ પાંચ કર્મીનો જેલ સ્ટાફ સસ્પેન્ડ
જેલમાંથી રોકડ ૫૦ હજાર રૂ. અને દારૂની બોટલ ઝડપાઇઃ સરકારની પ્રતિષ્ઠાને દાવ પર લગાડનાર સામે એસીબીની તપાસ થશે?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૨: જેલ એટલે કેદીઓ બંદીવાન બની રહે અને જેલમાં તકલીફ પડે એવું માનતા લોકો માટે અને સલામત ગુજરાત તેમ જ કાયદાના અમલ માટે કડક ગુજરાતનો દાવો કરનાર સરકાર માટે જેલમાં જલસા કરતાં ઝડપાયેલ કેદીઓ દારૂની બોટલ તેમ જ રોકડ રૂપિયા, મોબાઈલ ઝડપાવાનો બનાવ શરમજનક છે.
કચ્છ જેવા સરહદી જિલ્લામાં જયાં ભુજની અન્ય બે જેલોમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ના વિદેશી કેદીઓ પણ રહે છે ત્યાં જેલ સ્ટાફ દ્વારા કેદીઓ માટે સુવિધા પૂરી પાડવામાં આવેલી ગાંધીધામની ગળપાદર જેલનો કિસ્સો એ બતાવે છે કે યુપી બિહારની જેમ અહી પણ જેલમાં કેદીઓને જલસા છે.
બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડિયાની સૂચનાથી રાત્રે ગાંધીધામની ગળપાદર જેલમાં પાડવામાં આવેલ દરોડામાં કુખ્યતબુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તેમ જ અન્ય ૫ કેદીઓ નશામાં ઝડપાતાં હતા. જેલમાં ચાલતી મહેફિલમાં દારૂની બોટલ મળી હતી. જોકે, બિનવારસુ ૫૦ હજાર રૂ. રોકડ તેમ જ મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો.ᅠ
આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ૮ ગુના નોંધાયા હતા. બાદમાં જેલ સ્ટાફ સામે કાયદાકીય કાર્યવાહીના ભાગ રૂપે ઇન્ચાર્જ જેલર એલ.વી. પરમાર, સુબેદાર.એસ. દેવડા, હવાલદાર પિંકેશ પટેલ, સિપાઈ રવીન્દ્ર મૂળિયાં, શૈલેશ ખેતરિયા વડોદરા તેમને રાજકોટ બદલી સસ્પેન્ડ કરાયા છે. જોકે, આ જેલ કર્મીઓ સામે એસીબીની તપાસ થાય તો જેલમાં ચાલતા અન્ય કૌભાંડો પણ ખૂલે તેમ છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
