<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

રાપરમાં યુવાનની સરાજાહેર હત્‍યા ૨૪ વર્ષની જૂની હત્‍યાનો બદલો લીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૨: કચ્‍છના વાગડ વિસ્‍તારમાં વેરઝેર અને બદલાની આગમાં હત્‍યા ના બનાવો અવારનવાર બનતા રહે છે. તે વચ્‍ચે રાપરમાં જાહેર રોડ ઉપર છરીના ઘા વડે યુવાનને રહેંસી નખાયો હતો. રસૂલ પ્રાગજી સમા નામના યુવાનની સરા જાહેર હત્‍યા કરાઈ હતી. આ હત્‍યા પાછળ ૨૪ વર્ષ જૂના વેરના હિસાબનો સિલસિલો હોવાનું ખુલ્‍યું છે. વર્ષ ૨૦૦૦માં આ મૃતક યુવાનના પરિવારજનોનો હત્‍યા કરનાર શખ્‍સો ના પરિવાર સાથે થયેલ ઝઘડામાં એક ખૂન થયું હતું. જેમાં મૃતક યુવાનના પરિવારજનો નિર્દોષ છૂટયા હોઈ તેનો ખાર રાખી આ હત્‍યા કરાઈ છે. ગુલામ સમા ને જૂના વેરઝેર નો બદલો લેવા ફિરોઝ મોડજી સમા એ છરી વડે હુમલો કરી રહેંસી નાખ્‍યો હતો. આ અંગે ૬શખ્‍સો સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:04 AM IST)