News of Monday, 22nd July 2024
કચ્છમાં દોહિત્રએ સોશ્યલ મીડિયામાં બંદૂક સાથેનો ફોટો રાખ્યો અને નાના ફસાયા

ભુજ,તા. ૨૨: કચ્છના અંજારમાં વીડી ગામે રહેતા અરવિંદ અભુ કોળી નામના યુવાને ફેસબુકમાં ડબલ બેરલ બંદૂક સાથેનો ફોટો મૂક્યો હતો. જે એસઓજી પોલીસને ધ્યાને આવતા પૂછપરછ હાથ ધરી હતી. આ બંદૂક નાના વિશ્રામ નથુ કોળી ની હોવાનું જણાવતા તેમની પૂછપરછ કરાઈ હતી. જેમાં આ બંદૂક પરવાના વાળી હોવાનું બહાર આવ્યું હતું. જોકે. આ રીતે જાહેરમાં બંદૂક સાથે ફોટો મૂકતાં પોલીસે દોહિત્રની સાથે નાના સામે પણ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
