News of Monday, 22nd July 2024
હળવદના જુના દેવળીયા ગામે બ્રાહ્મણી ડેમની ઓફીસ ઉપરથી દારૂ પકડાયો
બાથરૂમની અગાસી ઉપર દારૂ છુપાવનાર આરોપી ફરાર

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૨: તાલુકાના જુના દેવળીયા ગામે બ્રાહ્મણી ડેમ-૧ ની ઇરીગેશનની ઓફીસના બાથરૂમના ધાબા ઉપરથી ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા ધાબા ઉપરથી ગ્રીન લેબલ બ્રાન્ડ દારૂની બોટલ નંગ ૭૨ કિંમત રૂપિયા ૨૫,૨૦૦, કિંગ ફિસર બ્રાન્ડ બિયરના ૯૦ ટીન કિંમત રૂપિયા ૯૦૦૦ તથા ગોડફાધર બિયરના ૯૬ ટીન કિંમત રૂપિયા ૯૬૦૦ સહિત કુલ રૂપિયા ૪૩,૮૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો.
વધુમાં વિદેશી દારૂનો આ જથ્થો આરોપી રાજુભાઈ કિશોરભાઈ દેગામા, રહે. જુના દેવળીયાવાળાએ છુપાવ્યો હોવાનું બહાર આવતા રાજુને ફરાર દર્શાવી કાર્યવાહી કરી હતી. આ સફળ કામગીરી હળવદ પીઆઇ આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા, કોન્સ્ટેબલ હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાદિયા સહિતના સ્ટાફે કરી હતી.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
