<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

સાણથલી વિસ્‍તારમાં ધોધમાર બે ઇંચ

આટકોટઃ સાણથલી વિસ્‍તારમાં ધોધમાર વરસાદથી નદી નાળાઓ છલકાતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. વિજળીનાં કડાકા ભડાકા સાથે મેઘપર, પીપળીયા, નવાગામ, જીવાપર સહિતના વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો. વધુ સાણથલીમાં ખાબક્‍યો હતો જેને લઇ નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઇ ગયા હતા બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. આટકોટ જસદણ સહિત વિસ્‍તારોમાં ઝાપટા પડયા હતા. હજી આ વિસ્‍તારોમાં નદી નાળાઓ ખાલી ખમ પડયા છે. ત્‍યારે ખેડૂતો રોજ આકાશ તરફ મીટ માંડી રહ્યા છે. કયારે ધોધમાર વરસાદ આવશે. (તસ્‍વીરઃ કરશન બામટા)

(10:33 AM IST)