News of Monday, 22nd July 2024
ઓખા વિસ્તારોમાં ૪૮ કલાકમાં ૨૨ ઇંચ
ઓખા, સુરજકરાડી, આરંભડા, ઉદ્યોગનગરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયાઃ તંત્ર ઉંધા માથેઃ રોગચાળો ફાટી નીકળવાની દહેશત

છેલ્લા ૪૮ કલાકમાં ઓખા માં દે ધનાધન વરસાદ ૨૨ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં ઓખા જળ બંબાકાર થઈ ગયેલ હતું અને ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.
ઓખામાં મેઈન બજારમાં ખુબ જ વરસાદના લીધે પાણી ભરાઈ જાય તેની પેહલા પ્રમુખ રાજુભાઈ કોટક તેમજ પૂર્વ પ્રમુખ ચેતનભા માણેક અને પાલીકાના સ્ટાફ કાર્ય કરવાથી તાત્કાલિક પાણી નો નિકાલ કરવામાં આવેલ જ્યારે ઉદ્યોગ નગરમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં પણ પાણી નિકાલની કરવાની કામગીરી રહી છે.
વરસાદી પાણી ભરાવાનાને લઈ રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે ફોગીંગ કરવા તથા તાત્કાલિક દવાનો છંટકાવ કરવા કલેક્ટર ને પણ રજૂઆત કરાઈ છે.
દરમ્યાન વરસાદ ના એક ઝાટકે વીજળી વેરણ થતાં ઓખા વાશી ઓ ને ૧૫ કલાક નો વીજ કાપ સહન કરવો પડ્યો હતો જેની સામે ઓખા વાશી ઓ મા ભારે રોષ ફેલાયો છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
