News of Monday, 22nd July 2024
રાણાવાવમાં રોન પોલીસનો જુગાર રમતા ૬ શખ્સો ૧૬૯૧૦ની રોકડ સાથે ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રર : રાણાવાવમાં જાહેરમાં રોન પોલીસનો જુગાર રમતા ૬ શખ્સોને ૧૬૯૧૦ ની રોકડ સાથે પોલીસે પકડી ને ગુન્હો નોંધ્યો છે.
રાણાવાવ પો. સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ આંબેડકરનગર વિસ્તારમાંથી તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમતા સંદિપ સુરેશભાઇ સોલંકી, અલ્લારખા મામદ પઢીયાર, રાહુલ છગનભાઇ, હનિફ ઉર્ફે ભોલો પ્યારઅલી જગદિશ હીરાભાઇ તથા રમેશ રાઘવભાઇ રાઠોડને પોલીસે રોકડા રૂપિયા ૧૬૯૧૦/- તથા જુગાર અંગેનું સાહિત્ય સાથે પકડી લીધા છે.
પો. સબ. ઇન્સ. આર.જી. ચુડાસમા તથા પો. હેડ કોન્સ. એચ.વી. કાનારા તથા આર.એમ. ઓડેદરા તથા પો. કોન્સ. સરમણ દેવાયતભાઇ, રામાભાઇ નાગાભાઇ, યશપાલસિંહ સામતભાઇ વિગેરે જુગાર રમતા ૬ શખ્સોને પકડવાથી કામગીરી કરી હતી.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
