<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ચુડાના ૧૧ માસના બાળકને ચાંદીપુરા સુરેન્‍દ્રનગર જિલ્લામાં કુલ ૩ કેસો દાખલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રર : સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ચાંદીપુરા વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે ત્‍યારે ગુજરાત આરોગ્‍ય વિભાગ પણ આ મામલે ચિંતા વ્‍યક્‍ત કરી રહ્યું છે ત્‍યારે બીજી તરફ સુરેન્‍દ્રનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્‍યારે ૦ થી ૧૪ વર્ષના બાળકને આ પ્રકારનો રોગના લક્ષણો વર્તાઈ રહ્યા છે અને ખાસ કરીને સુરેન્‍દ્રનગર જિલ્લામાં અત્‍યાર સુધીમાં ત્રણ જેટલા શંકાસ્‍પદ ચાદીપુરાના વાયરસના કેશો દાખલ થયા છે જેમાં પાટડી ના ૧૧ વર્ષના બાળકનું મોત નીપજવા પામ્‍યું છે.

ત્‍યારે ચુડા તાલુકામાં વધુ એક ચાંદીપુરા વાયરસ નો કેસ દાખલ થયું છે ખાસ કરીને ૧૧ મહિનાનું બાળક હતું તેને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા હતા સુરેન્‍દ્રનગરની મેડિકલ કોલેજમાં તેને સારવાર માટે રાખવામાં આવ્‍યું હતું પરંતુ તેનો ટેસ્‍ટ કરાવવામાં આવતા પુના લેબોરેટરી ટેસ્‍ટમાં મોકલવામાં આવ્‍યું હતું અને ત્‍યાં તેનો ટેસ્‍ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્‍યો છે જેને લઇને સુરેન્‍દ્રનગર આરોગ્‍ય વિભાગની ટીમમાં દોડધામ મચી જવા પામી છે ત્‍યારે હાલમાં તેની તબિયત સારી હોવાનું સુરેન્‍દ્રનગર આરોગ્‍ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે અને સુરેન્‍દ્રનગરની મેડિકલ કોલેજમાં તેને સારવાર માટે રાખવામાં આવ્‍યો છે.

વધુ એક ચાંદીપુરાનો શંકાસ્‍પદ કેસ દાખલ થયો છે જે મુળી તાલુકામાં નોંધાયો છે ત્‍યારે આ બાળકને પણ ચાંદીપુરા કેસના શંકાસ્‍પદ લક્ષણો દેખાતા સૌ પહેલા ત્‍યાંની સ્‍થાનિક હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો પરંતુ ત્‍યાં તેની હાલત લથડથી જતી હોવા મુદ્દે તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં કસેડવામાં આવ્‍યું છે અને ત્‍યાં તેની વધુ સારવાર શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સુરેન્‍દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં પણ હવે આ વાયરસનો પગ પેસારો થઈ ગયો છે ત્‍યારે ફરી એક વખત સુરેન્‍દ્રનગર આરોગ્‍ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

મૂળીમાં નોંધાયેલા શંકાસ્‍પદ કેસ મુદ્દે આરોગ્‍ય વિભાગની ટીમ ત્‍યાં દોડી ગઈ છે અને આજુબાજુમાં ફોગિંગ સહિતની કામગીરી અને દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ હાલમાં બાળકને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્‍યો છે અને ત્‍યાં તેના લેબોરેટરી ટેસ્‍ટ માટેના નમૂના લઇ અને પુના લેબમાં મોકલી આપવામાં આવ્‍યા છે હજુ રિપોર્ટ બાકી છે એટલે શંકાસ્‍પદ હોવાનું જાણવા મળી રહ્યું છે કે તેને અશક્‍તિ વર્તાતી હતી ઝાડા ઉલટી થઈ ગઈ હતી અને ખેંચ આવતી હોવાનું આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું છે રિપોર્ટ આવ્‍યા પછી સાચી ખબર બહાર આવશે.

૨૦ પીડિયાટિક ડોક્‍ટરોની ટિમ

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સતત કેશો વધી રહ્યા છે જેને લઇને સુરેન્‍દ્રનગર આરોગ્‍ય વિભાગની ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને સુરેન્‍દ્રનગર આરોગ્‍ય વિભાગ દ્વારા આ મુદ્દે ગંભીરતા દાખવી અને સુરેન્‍દ્રનગરની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્‍પિટલમાં અલગ વોર્ડ ઉભા કરવામાં આવ્‍યા છે તો બીજી તરફ ૨૦ જેટલી બાળકોના ડોક્‍ટરની ટીમો તેનાન જ રાખવામાં આવી છે ગમે ત્‍યારે આવા પ્રકારનો કેસ ન થાય તો તાત્‍કાલિક ધોરણે આ બાળકોને સારવાર મળી રહે અને કોઈ મોટી દુર્ઘટના અને જાનહાની ન સર્જાય તે પ્રકારનો ખ્‍યાલ રાખવામાં આવી રહ્યો છે. અને આ બાબતે બેઠકો પણ યોજવામાં આવી છે અને ગ્રામીણ વિસ્‍તારમાં આવેલા પીએસસી સીએસસી કેન્‍દ્રમાં ફરજ બજાવતા આરોગી અધિકારીઓને પણ કડક સૂચનાઓ આપી અને આવા પ્રકારના લક્ષણો વર્તાતા જો બાળકો દવા લેવા આવે તો તેમને તાત્‍કાલિક સુરેન્‍દ્રનગર રીફર કરી અને લેબોરેટરી ટેસ્‍ટ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.

 સુરેન્‍દ્રનગર જિલ્લા કલેક્‍ટર કેસી સંપત દ્વારા સુરેન્‍દ્રનગરની સિવિલ હોસ્‍પિટલની મુલાકાત લેવામાં આવી છે અને જ્‍યાં ચાંદીપુરા રોગના દર્દીઓ માટે વોર્ડ ઉભો કરવામાં આવ્‍યો છે તે વોર્ડની મુલાકાત કરવામાં આવી છે અને દર્દીઓ અને બાળકો સારવાર માટે આવે તો તેને યોગ્‍ય સારવાર મળી રહે તે અંગેના આદેશ સિવિલ હોસ્‍પિટલના મુખ્‍ય તબીબ અને સિવિલ સર્જનને આપી દેવામાં આવ્‍યા છે.

(11:55 AM IST)