<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

સગીરાના અપહરણ-પોકસોના ગુન્‍હામાં ફરાર આરોપીને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લીધો

તાલુકા પોલીસની ટીમે અમરેલી ખાતે આરોપી તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., રરઃ વાંકાનેર તાલુકા પોલીસની ટીમે સગીરાના અપહરણ તથા પોકસોના ગુનામાં ફરાર આરોપી તથા ભોગ બનનાર સગીરાને અમરેલી ખાતેથી શોધી સગીરાને તેના પરિવાર તથા આરોપીને વાંકાનેર સીપીઆઇ કચેરી ખાતે સોપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર પંથકમાં રહેતી એક સગીરાને આરોપી રાહુલ ખીમાભાઇ સરવૈયા (ઉ.વ.૧૮, રહે. શેખરડી, તા. વાંકાનેર) ગત તા. ર૮/૦૬/૨૪ના રોજ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હોય. જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસ ચલાવી ચોક્કસ ખાનગી બાતમીને આધારે આરોપી તથા ભોગ બનનાર સગીરાને અમરેલી ખાતેથી શોધી કાઢી વાંકાનેર સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટરની ટીમને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ એલ.એ.ભરગા, હેડ કો. ક્રિપાલસિંહ  ચાવડા, કો.સંજયસિંહ જાડેજા, વિજયભાઇ ડાંગર, દિનેશભાઇ લોખીલ, રવીભાઇ કલોત્રા, અજયસિંહ ઝાલા સહીતના જોડાયા હતા.

(12:08 PM IST)