News of Monday, 22nd July 2024
વલભીપુરમાં સામાન્ય ઝઘડામાં માથાના ભાગે કોશ મારી આધેડની હત્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૨: ભાવનગર જિલ્લાના વલભીપુરમાં એક અઠવાડીયા પહેલા નજીવી બાબતે થયેલા ઝઘડામાં આધેડના માથામાં કોશમારી ગંભીર ઇંજા પહોંચાડવાના બનાવમાં ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે.
ગત તા.૧૪ જુલાઇના રોજ વલભીપુરમાં મફતનગરમાં રહેતાᅠ શીવુબહેન વિનભાઇ સોલંકી એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ગોપાલ આરોપી સંજય ઉર્ફે બરકત મનજીભાઇ બીડભીડીયાના ઘર પાસેથી પસાર થતા આરોપીએ ગોપાલ સાથે ઘર પાસેથી ચાલવા બાબતે ઝઘડો કરતા ગોપાલે ઘરે આવીને તેના માતા-પિતાને આ બાબતની વાત કરી હતી એટલે ગોપાલના પિતા વિનુભાઇ આરોપીને સમજાવવા માટે ગયા હતા.
આ સમયે આરોપી સંજયે લોખંડની કોશથી હુમલો કરી વિનુભાઇને માથામાં મારી દેતા તેમને ગંભીર ઇંજા પહોંચી હતી. દરમિયાન ઇજાગ્રસ્ત વિનુભાઇ મગનભાઇ સોલંકી ઉ.વ.૫૦નું સારવાર દરમિયાન મોત નિપજયું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
