<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

બપોરે ૧ર વાગ્યે : કલ્યાણપુરમાં બે કલાકમાં ૬ ઇંચ : ૪ કલાકમાં ૧૧ ઇંચ ખાબકયો : માળીયા હાટીનામાં સાડા ત્રણ ઇંચ


(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા :   દેવભુમી દ્વારકા જીલ્લામાં મેઘરાજાઍ સટાસટી બોલાવી છે. અવિરત મેઘમહેર ચાલુ રહેતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. આજે સવારે કલ્યાણપુરમાં ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન  પાંચ ઇંચ વરસાદ પડયા બાદ ૧૦ થી ૧ર દરમિયાન વધુ ૬ ઇંચ વરસાદ પડતા સવારના  ૮ થી બપોરના ૧ર વાગ્યા સુધીમાં ૧૧ ઇંચ વરસાદ ખાબકયો છે.
જુનાગઢ
(વિનુ જાષી દ્વારા)  જુનાગઢઃ જુનાગઢ જીલ્લામાં હળવો ભારે વરસાદ વરસી રહયો છે. જેમાં માળીયા હાટીનામાં સાડા ત્રણ ઇંચ, માણાવદરમાં દોઢ ઇંચ, માંગરોળમાં ૧ ઇંચ અને જુનાગઢમાં પોણો ઇંચ વરસાદ પડયાનું જાણવા મળ્યું છે.

(12:26 PM IST)