તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 22nd July 2024
જામનગરના શખ્સનું કારમાં અપહરણ કરી ૬૧ લાખ પડાવી લઇ મુસ્લિમ નામ રાખી પાંચ વર્ષથી ફરાર રાજકોટનો ગઢવી શખ્સ મોરબી પાસે ઝડપાયો

(મુકું બદિયાણી દ્વારા) જામનગર તા.રરઃ સીટી સી ડીવી. પો.સ્ટે.કલમ-૪૦૬,૪૨૦,૩૬૫,૧૨૦(બી) ના અપહરણના કામે વર્ષ-૨૦૧૯માં આરોપીઓએ અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી ફરીયાદીને વિશ્વાસ ભરોસો આપી જામનગરના ફરીયાદીનુ ફોરવ્હીલ કારમા અપહરણ કરી જામનગર બહાર અલગ અલગ સ્થળે લઇ જઇ ૬૧ લાખ ૭૦ હજાર રૂપીયા પડાવી લીધેલના ગુનામા ફરાર અને વર્ષ-૨૦૧૭ મા જુનાગઢના કેશોદમા નોંધાયેલ ડબલ મર્ડર, અપહરણ,કાવતરા,છેતરપીંડી વિગેરે મુજબના ગુનામા પકડાયેલ અને આતીફ મહમદભાઇ લાલાણી નામ ધારણ કરી વાંકાનેર રાજકોટ મોરબી એમ અલગ અલગ શહેરમાં સરનામાં બદલાવી છેલ્લા પાંચ વરસથી નાસતા ફરતા આરોપી લક્ષ્મણ ઉર્ફે લખન મેઘરાજભાઇ બઢા ગઢવી ઉ.વ.-૨૮ રહે.રણુજાધામ શેરી નં.-૩ હુડકો સોસાયટી રાજકોટવાળાને મોરબી ટીંબડીના પાટીયા પાસેથી પકડી પાડી મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સીટી સી પો.સ્ટે. ખાતે સોપી આપેલ છે.
આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના ગોવિંદભાઇ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહજાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા,ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ,દિવ્યરાજસિંહ જાડેજા,નિર્મળસિંહ જાડેજા,બળવંતસિંહ પરમાર વિગેરે દ્રારા કરવામાં આવેલ છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
