News of Monday, 22nd July 2024
જામનગરના દરેડમાં પોણા ચાર અને જામવાડી-ધ્રાફામાં ૩ ઇંચ વરસ્યો
ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદી પાણી-પાણી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર , તા., ૨૨: જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ૩ ઇંચ વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ દરેડમાં પોણા ચાર ઇંચ તથા જામવાડી અને ધ્રાફામાં ૩ ઇંચ વરસાદ પડયો છે.
જયારે વસઇ, લાખાબાવળ, મોટી બાણુગાર, ફલ્લા , જામવંથલી, મોટી ભલસાણ, અલીયાબાડા, દરેડ, હડીયાણા, બાલંભા, પીઠડ, લતીપુર, નિકાવા, મોટા વડાળા, ભલસાણ બેરાજા, નવાગામ, મોટા પાંચ દેવડા, સમાણા, શેડ વડાળા, વાંસજાળીયા, ધુનડા, પરડવા, પીપરટોડા, પડાણા, ભણગોર, મોટા ખડબા, મોડપર, હરીપરમાં ઝાપટાથી માંડીને અઢી ઇંચ વરસાદ પડયો છે
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
