News of Monday, 22nd July 2024
વેરાવળમાં પાલિકા તંત્રના કારણે ૨ યુવા મિત્રોના મોત થયા : તંત્ર સામે પ્રહારો
અનેક કામોમાં ગેરરીતીના કારણે માવનસર્જીત દુર્ઘટના સર્જાઇ : હીરાભાઇ જોટવા અફઝલ પંજા, હાજી અલ્તાફનાં આક્ષેપો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૨: શહેરમાં છલ્લા ત્રણ દિવસ ભારે વરસાદ પડી રહેલ છે ૨૪ કલાકમાં ૨૧૭ મીમી વરસાદ પડેલ છે તેમજ ઉપરવાસમાંથી પણ ભારે પાણી આવતા વોર્ડ નં.૫ અને ૬ માં ૪૦ થી વધારે સોસાયટીમાં રહેતા ૫૦ હજાર લોકોનો આખો વિસ્તાર બેટમાં ફેરવાય ગયેલ હતો બપોરે બે યુવાન મીત્રો ચાલીને જતા હતા ત્યારે ખાડામાં લપસી જતા ભારે દેકારો મચી ગયેલ હતો હજારો લોકો સ્થળ ઉપર ભેગા થઈ ગયેલ હતા તેને ગોતવા માટે ફાયર ફાઈટર, એનડીઆરએફટીમ ઘસી ગયેલ હતી બંને પાણીમાં ડુબી જવાથી મળત્યુ થયેલ હતું આ બનાવથી મુસ્લીમ સમાજના આગેવાનો તથા ૧૦ હજારથી વધારે લોકો તેમજ કોંગ્રેસ, આમ આદમીના નેતાઓ સીવીલ હોસ્પીટલ ભેગા થયેલ હતા અને પી.એમરૂમ પાસે ધરણા ઉપર બેસી ગયેલ હતા વાતાવરણ તંગ બનેલ હતું સાંસદ, ધારાસભ્ય, ચીફ ઓફીસર, પ્રમુખ સહીતના હાઈહાઈના નારા બોલવા લાગેલ હતા. જીલ્લા કલેકટર કેનાલ બનાવવાની ખાત્રી આપતા બંને યુવાનોના મળતદેહ સંભાળેલ હતા.
પટની સમાજના પ્રમુખ વોડ નં.૫ ના નગરસેવક અફઝલભાઈ પંજા એ જણાવેલ હતું કે માનવ સર્જીત ઘટના છે તંત્ર હત્યારૂ છું વોર્ડ નં.૫ અને ૬ માં મુસ્લીમ વિસ્તાર છે ૪૦ થી વધારે સોસાયટી છે ૫૦ હજાર થી વધારે લોકો વસે છે દર વર્ષે પાણી ભરાઈ છે રજુઆતો કરાઈ છે કોઈ કામગીરી થાતી નથી ઉપરવાસમાંથી પાણી આવતું હોય સતત વરસાદ વરસતો હોય કેનાલ બનાવવાની જીલ્લા કલેકટર ખાત્રો આપતા બંને મળતદેહ પરીવારો સંભાળેલ હતા પણ બંને યુવાનો મળત્યુ પામેલ હોય તેમ છતા નગરપાલિકા પ્રમુખ,ચીફ ઓફીસર,જવાબદારો તેમજ બે ટર્મથી અમારા મતો ચુંટાતો કોંગેસનો ધારાસભ્ય વીમલ ચુડાસમા પણ આવેલ નથી કે કોઈ કામગીરી કરતો નથી ફક્ત સાડા છ વર્ષથી વાતો કરે છે તમ રોષભેર જણાવેલ હતું જાહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા હાઈહાઈ નારા લગાવેલ હતા.
ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા એ રોષ ભેર જણાવેલ હતું કે ગુજરાત આખામાં દુર્ઘટના બને છે વેરાવળ લધુમતી વિસ્તારમાં યુવાનો પાણીમાં તણાય જાય છે જવાબદારોએ મોટો ભ્રષ્ટ્રાચાર કરેલ છ એટલો ન કરવો જોઈએ માનવ જીંદગી જાય ત્યાં સુધી ભ્રષ્ટ્રાચાર ન કરવો જોઈએ નગરપાલિકા એક મઝહબને ટાર્ગેટ ન કરવો જોઈએ માનવ સર્જીત દુર્ઘટના સોમનાથ વેરાવળ નગરપાલિકામાં ભેદભાવ રાખીને કામ કરવામાં આવશે તો જલદ આંદોલન કરવામાં આવશે.
કોંગ્રેસના નગરસેવક હાજી અલ્તાફ એ જણાવેલ હતું કે અમારા વિસ્તારમાં ૫૦ લાખ પણ કોંગ્રેસ ગુજરાત પ્રદેશના જયકરભાઈ ચોટાઈએ જણાવેલ હતું કે નગરપાલિકાની ભુર્ગભ ગટર યોજના તદ્ન નિષ્ફળ ગયેલ છે ચોમાસા પહેલા ની કોઈ કામગીરી થતી નથી કોઈ જગ્યાએથી પાણી નિકળતા નથી.
હજારોની સંખ્યામાં મુસ્લીમ સમાજના યુવાનો વળધ્ધો સહિત કોંગ્રસના નગરસેવકો તેમજ આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો સહીત હોસ્પિટલે ઉમટી પડતા પી.આઈ ગૌસ્વામી સહીતના પી.એસ.આઈ, સ્ટાફ બંદોબસ્ત માટે ઉમટી પડેલ હતો ત્યારે હોસ્પિટલ ઉમટેલા આગેવાનો તથા લોકોએ કોંગ્રેસના બે ટર્મથી ચુંટાતા સૌરાષ્ટ્ર એક માત્ર ધારાસભ્ય વિમલ ચુડાસમા સાડા છ વર્ષથી કોઈ કામગીરી કરતો નથી અમારા મતોથી ચુંટાઈ છે ફકત વાતો કરે છે તેવો આક્રોશ સાથે જણાવેલ હતું તેમજ વિમલ ચુડાસમા સહીત સાંસદ, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર તેમજ તેમની ટીમના દરેકના હાયહાયના નારા આખા વિસ્તારમાં ગુંજતા હતા માનવસર્જીત ઘટનામાં બંને યુવાનોના મોતથી આખા વિસ્તારમાં ભારે રોષ ફેલાયેલ છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
