<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

સવારે ૪ કલાકમાં માણાવદર તાલુકામાં ધોધમાર ૫ ઇંચ વરસાદ

કેશોદમાં ૩ ઇંચ, જુનાગઢ અને માળિયામાં ૨-૨ ઇંચ મેઘમહેર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ૪ તા. ૨૨: જુનાગઢ શહેર અને જિલ્લામાં આજે સતત પાંચમા દિવસે સવારથી મેઘરાજાએ ફરી જમાવટ કરી છે.

સવારે ૪ કલાકમાં ધોધમાર ૫ ઇંચ વરસાદ માણાવદર પંથકમાં વરસતા લોકોની કફોડી સ્‍થિતિ થઈ ગઈ છે. કેટલાક વેચાણ વાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્‍થિતિનું નિર્માણ થયું છે.

જુનાગઢ શહેર તેમજ ગિરનાર અને દાતાર પર્વત પર પણ સવારથી મેઘો મંડાયો છે. સવારના પ્રારંભિક બે કલાકમાં જૂનાગઢ ખાતે ૨ ઇંચ પાણી પડ્‍યાનું નોંધાયું છે.

આ જ પ્રમાણે માળિયા હાટીના વિસ્‍તારમાં પણ સવારથી સવારે આવી પહોંચતા શરૂઆતના ચાર કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

આજે સવારે ૬ થી ૧૦ વાગ્‍યા સુધીના ૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. માણાવદર તાલુકામાં ૫ ઇંચ, વંથલી સવા ઇંચ, જૂનાગઢ શહેર તથા ગ્રામ્‍યમાં ૨ ઇંચ, ભેસાણ ૭ મીમી, વિસાવદર દોઢ ઇંચ, મેંદરડા ૧૬ મીમી,  કેશોદ ૩ ઇંચ, માંગરોળ ૧ ઇંચ અને માળીયાહાટીના તાલુકામાં ૨ ઇંચ વરસાદ થયો હતો.

(2:16 PM IST)