News of Monday, 22nd July 2024
ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૨: ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ વરસી રહેલ છે ૬ તાલુકામાં સૌથી વધારે વેરાવળ વિસ્તારમાં સાડા આઠ ઈચ તાલાલા માં ૬ ઈંચ વરસાદ પડલ છે આ વરસાદ થી અનેક જગ્યાએ પાણી ભરાયા છે નદી નાળા ખેતરો છલોછલ થયેલ છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાય છે.
ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ વરસી રહેલ છે જેથી અનેક વિસ્તારોમાં વરસાદ થી અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયેલ છે જીલ્લાભરની નદીઓ તળાવો નાલાઓ ખેતરો છલોછલ ભરાઈ ગયેલ છે ઝુંપડપટીમાં પાણી ભરાઈ જતા અનેક પરીવારો મુશ્કેલીમાં મુકાયેલ હતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાય હતી હાઈવેમાં અમુક જગ્યાએ પાણી ભરાઈ જતા નાના વાહનો બંધ પડી જતા હતા અમુક વખતે વાહનો ની અવર જવર બંધ કરવી પડતી હતી.
છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે વેરાવળ ૨૧૭, તાલાલા ૧૪૫ ,ગીરગઢડા ૯, સુત્રાપાડા ૫૯, કોડીનાર ૧૬, ઉના ૨૪ મીમી વરસાદ પડેલ છે હજુ પણ જીલ્લિામાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહેલ છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
