<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

પોરબંદર જિલ્લામાં અસરગ્રસ્‍તોના પૂર્નસ્‍થાપન રાહત બચાવ કામગીરી પુરજોશમાં : ડો. મનસુખભાઇ

કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા તાબડતોબ પોરબંદર આવી અસરગ્રસ્‍ત વિસ્‍તારોનું ટ્રેકટરમાં બેસીને નિરીક્ષણ કર્યુ : વીજ પુરવઠો રાબેતા મુજબ કરવા લોકોનું આરોગ્‍ય ચેકિંગ અને જરૂરી સહાય આપવા અધિકારીઓને સૂચના આપી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રર :  જિલ્લામાં અતિવૃષ્‍ટિથી ઠેર-ઠેર ખાના ખરાબી સર્જાતા કેન્‍દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઇ માંડવિયા તાબડતોબ દિલ્‍હીથી પોરબંદર આવીને અસગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લીધી હતી. અને સ્‍થળ ઉપરથી જિલ્લામાં રાબેતા મુજબ વીજ પુરવઠો શરૂ કરવા લોકોનું આરોગ્‍ય ચેકિંગ કરવા તેમજ જરૂરી સહાય ચુકવવા જુદા જુદા વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. ડો. મનસુખભાઇ માંડવીયાએ જણાવ્‍યું હતું કે જિલ્લામાં અસરગ્રસ્‍તોના પુર્નસ્‍થાપન અને રાહત બચાવ કામગીરી યુદ્ધના ઘોરણે શરૂ કરાવી છે.

કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર સ્‍પોર્ટ્‍સ મંત્રાલયના કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદરમાં બેઠક યોજી અતિ ભારે પડેલ વરસાદના મુદ્દે અધિકારીઓ સાથે સમીક્ષા કરી  પોરબંદર શહેર, ઘેડ વિસ્‍તારમાં રસ્‍તાની મરામત, સહાય, વીજળી સહિતના મુદ્દે અધિકારીઓને ત્‍વરિત કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ત્‍વરિત રાહત બચાવની કામગીરીઃ  શરૂ  કરાવ્‍યાનું  કામગીરી યુદ્ધનાં ધોરણેઃ કેન્‍દ્રીય મંત્રી  મનસુખભાઈ માંડવીયાએ જણાવ્‍યું હતું.

કલેકટર શ્રી કે.ડી.લાખાણી દ્વારા કેન્‍દ્રીય મંત્રીશ્રીને વરસાદમાં થયેલ નુકસાની- દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલ રાહત કામગીરીથી વાકેફ કરાયા હતા.

તંત્રના તમામ અધિકારીઓ જન પ્રતિનિધિઓ સાથે બેસીને -સંવાદ કરીને લોક કલ્‍યાણ ના કામોનું આયોજન કરે તેવી કેન્‍દ્રીય મંત્રીશ્રીએ સૂચના આપી

કેન્‍દ્રીય મંત્રીશ્રીએ બોખીરા, ડિઝાસ્‍ટર વિભાગ કંટ્રોલરૂમ, બોખીરા અને અસરગ્રસ્‍તોના આશ્રય સ્‍થાનની મુલાકાત લઇ પરિસ્‍થિતિનું નિરીક્ષણ કર્યું: જરૂરી સહાય અને કામગીરી માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્‍યું હતું.

પોરબંદર ના સાંસદ અને કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ આજે પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્‍યસભા સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઈ બોખરીયા સહિતના આગેવાનો અને જિલ્લા કલેક્‍ટર સહિતના વહિવટી અધિકારીઓને સાથે રાખી પોરબંદરના વિવિધ વિસ્‍તારોની અતિવળષ્ટિ અસરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લઈને પરિસ્‍થિતીનો તાગ મેળવ્‍યો. નીચાણવાળા વિસ્‍તારોમાંથી કેટલાક લોકોનુ સ્‍થળાંત્તર કરાવી સલામત સ્‍થળે આશરો આપવામાં આવેલ છે, તેમની સાથે મુલાકાત કરી સંવાદ કર્યો

(2:38 PM IST)