<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

સ્‍થાનિક ચૂંટણીઓ માટે ભાજપની પ્રદેશ કક્ષાની સમિતિ કાર્યરત

બ્રિજેશ મેરજા સહિતના ૭ આગેવાનોને જવાબદારી પૂર્વ પંચાયત મંત્રીને વધુ એક મહત્‍વની કામગીરી સુપ્રત

રાજકોટ, તા., રરઃ ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓ જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી માટે ગઠન કરવામાં આવેલ ચૂંટણી સંચાલન સમિતિમાં મોરબી - માળીયા (મીં) ના પૂર્વ ધારાસભ્‍ય અને પૂર્વ  પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજાની નિમણુંક કરવામાં આવી છે જેને તેમના બહોળા ચાહક વર્ગે આવકારી છે  ભાજપના કાર્યકરો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાના પ્રદેશ ઇન્‍ચાર્જ તરીકે તેમને સોંપાયેલ જવાબદારી તેઓ સફળતાપૂર્વક વહન કરી હતી તેમજ તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે પણ  તેમણે સોંપાયેલ જવાબદારી સારી રીતે પાર પાડી હતી. બ્રિજેશ મેરજાને સાંપડી રહેલ જવાબદારીઓ થકી તેમણે મોરબીનું ગૌરવ વધાર્યું હોવાની કાર્યકરોમાં લાગણી જોવા મળી રહે છે. 

આ સમીતીમાં મેરજા ઉપરાંત જીવરાજભાઇ ચૌહાણ, શબ્‍દશરણ તડવી, સીમાબેન મોહીલે, બિજલબેન પટેલ, કરશનભાઇ ગોંડલીયા અને ભરતસિંહ ગોહીલનો સમાવેશ થાય છે.

(2:41 PM IST)