News of Monday, 22nd July 2024
એક દિ' ના વિરામ પછી દ્વારકામાં ફરી ૨ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ તૂટી પડયોઃ મોસમનો કુલ ૪૬ ઇંચ

(વિનુભાઇ સવજીયાણી દ્વારા) દ્વારકાઃ તા. ૨૨: દ્વારકા માં એક દિવસ ના વિરામ બાદ ૧ કલાક થી ભયંકર ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ ચાલુ થયો હતો.દ્વારકામાં આજે મેધરાજાની ફરી ધમાકેદાર બેટીંગ શરૂ થઇ હતી. બે કલાક માં સાડા પાંચ ઇચ વરસાદ પડયો હતો. નિચાણ વાળા વિસ્તાર ઇસ્કોન ગ્રેઇટ, ભદ્રકાલી રોડ પર પાણી ભરાયા મોસમ નો કુલ વરસાદ ૪૫ ઇચ વરસાદ પડયો હતો.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
