News of Monday, 22nd July 2024
જામનગરમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત : રાજકોટમાં ચાર બાળકોના રિપોર્ટ નેગેટિવ
મૃત્યુ પામેલા ખંભાળિયાના બાળકના લોહીના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલતા બાળક ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ હતો

અમદાવાદ : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર છવાયો છે. જેમાં ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે, ત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની સારવાર દરમિયાન એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે.
મૃત્યુ પામેલા ખંભાળિયાના બાળકના લોહીના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલતા બાળક ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ મળી આવ્યો છે. જ્યારે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અન્ય ચાર બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત ખંભાળિયાના એક બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ટૂંકી સારવાર બાદ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બાળકના રોગની તપાસ કરવા માટે તેના લોહીના સેમ્પલને પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બાળકના રિપોર્ટ પોઝિટિવ આવતા તે ચાંદીપુરા વાયરસથી પીડિત જણાયો હતો. જ્યારે બાળકનું મૃત્યુ થયું હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા તેના પરિવારજનો તેમજ આસપાસના વિસ્તારમાં સ્વાસ્થ્યને લઈને સચોટ પગલા લેવામાં આવ્યાં છે
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
